Placeholder canvas

ટંકારા ખાતે અવરનેસ સેમીનાર યોજાયો, હવે સ્પર્ધાત્મક પરીક્ષાનું સબ સેન્ટર ચાલુ થશે…

ટંકારા: આજરોજ ટંકારા ખાતે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ તથા ઉમિયા કરીયર ડેવલપમેન્ટ કાઉન્સિલ સોલા, અમદાવાદનાં નેજા હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષાનું સબ સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ તેના અનુસંધાને એક અવરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં UCDC, સોલા – અમદાવાદ ખાતેથી શ્રી દેવાંગ દવે, શ્રી ડેનિશ ડેડાણિયા અને ચિન્મય પટેલ હાજર રહ્યા હતા, સાથે સાથે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખશ્રી પંચાણભાઈ ભૂત, ઉપપ્રમુખ હીરાભાઈ ફેફર, મેનેજિંગ ટ્રસ્ટી, ધનજીભાઈ, ટ્રસ્ટી બારૈયા સાહેબ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી ગોપાલભાઈ રતનપરા, પાટીદારધામ મોરબી પ્રમુખ કિરીટભાઈ, કેશવજીભાઇ, વિનોદભાઈ, સંસ્થાની સ્કૂલના પ્રિન્સિપાલ અસ્મિતાબેન ગામી, કોલેજ પ્રિન્સિપાલ ડો. અતુલભાઈ માકાસણા તેમજ આમંત્રણને માન આપીને આવેલ પોલીસ ઇન્સ્પેકટર કેતનભાઈ માથુંકિયા હાજર રહ્યા હતા. ડેનીશભાઈ દ્વારા સંસ્થાનો પરિચય, સબ સેન્ટરની માહિતી અને પરિણામો વિશે ચર્ચા કરી હતી. શ્રી દેવાંગસર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપી હતી અને દીકરીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી ઉદાહરણ આપી મોટીવેટ કરી હતી. માંથુકિયા સાહેબે પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની સફરની વાત કરી હતી તેમજ દીકરીઓને મોટીવેટ કરી હતી.

આ અભ્યાસની વિશેષતા જોઈએ તો UCDC – સોલા, અમદાવાદ ની નિષ્ણાંત ટીમ દ્વારા માર્ગદર્શન, લેક્ચર, સેમિનાર, કન્યાઓ માટે સૂવર્ણ તક ઉભી થશે હાલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને ગ્રેજ્યુએટ થઇ ગયેલ વિદ્યાર્થીનીઓ જોડાઇ શકશે. ખાસ કરીને બિન અનામત આયોગ દ્વારા આર્થિક સહાય, વર્ગ૩ (ક્લાર્ક/જુનીક્લાર્ક/તલાટી મંત્રી/TET-1.2 / TAT-1, 2 / BPS / પોસ્ટની વિવિધ જગ્યાઓ ની વિશેષ તૈયારી. એ પણ શનિ – રવિ ના દિવસોમાં વર્ગો જેમા નિવૃત IAS / IPS તથા અધિકારીઓ દ્વારા વર્ષ દરમિયાન વિશેષ માર્ગદર્શન મળતું રહશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્લેટફોર્મ તૈયાર કરી ટંકારા તાલુકાની કન્યાઓ દેશના સર્વોચ્ચ શિખરે પહોંચી ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરે એ માટે ધણા સમયથી આયોજન ધટવામા આવતું હતું જેને આખરી ઓપ આપવામાં આવી રહો છે અને હવે એ દીવસો દુર નથી કે ક્લાસ વન અને ટુ રેન્ક મા ટંકારાની બહેનો ન હોય આ અંગે વધુ વિગતો માટે સંકુલનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો