વાંકાનેર: મકાન બાંધકામ મામલે એન્જીનીયર સહિત બે વ્યક્તિઓ ઉપર હુમલો 

વાંકાનેર : વાંકાનેરમાં એન્જીનીયરે એક મકાન બનાવવાનો પ્લાન કાઢી આપ્યા બાદ મકાનના બાંધકામ દરમ્યાન સાઇટ ઉપર ન આવતા હોવાનો ખાર રાખી મકાન માલિકે એન્જીનયર સહિત બે વ્યક્તિ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે એન્જીનીયરે મકાન માલિક સામે હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં-૩માં રહેતા સીવીલ એન્જીનયર સમીરભાઇ અહેમદહુશેન કુરેશી (ઉ.વ-૩૧) એ આરોપી રફીક જુમા ચોહાણ (રહે-ચંદ્રપૂર, તા-વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૬ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ફરિયાદી સીવીલ એન્જીનીયરનો વ્યવસાય કરતા હોય આજથી પાંચેક વર્ષ પહેલા આરોપીના મકાનનો ફરિયાદીએ પ્લાન બનાવ આપેલ હોય અને આરોપી કટકે-કટકે મકાન બનાવતા હોવાથી ફરિયાદીને અવાર નવાર મકાનની સાઇટ ઉપર બોલાવતા હોય પણ ફરિયાદીએ આરોપીને મકાનની સાઇટ ઉપર આવવાની ના પાડતા હતા. જે બાબતનો રોષ-ખાર રાખી આ કામના ફરિયાદી તથા સાહેદ મહમદહુશનભાઇ એમ બન્ને સ્કુટર લઇ જતા હતા. ત્યારે આરોપીએ સ્કુટર ઉભુ રખાવી જેમ ફાવે તેમ ગાળો આપી આ સાહેદ મહમદહુશેનભાઇને ગાલ ઉપર ફડાકા મારી તથા ફરિયાદીને ઢીંકાપાટુનો માર મારી તથા ઇંટ વડે પેટના ભાગે, વાંસાના ભાગે તથા માથાના પાછળના ભાગે માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  • 157
  •  
  •  
  •  
  •  
  •  
    157
    Shares