સીંધાવદરમાં વૃદ્ધે ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામમાં રહેતા વૃદ્ધે ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

સીંધાવદર ગામમાં રહેતા વીરજીભાઇ પોપટભાઇ વીંજવાડીયા (ઉ.વ. 60)એ ગઈકાલે તા. 16ના રોજ પોતાના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો