પુત્રીનું બાવડુ પકડી બિભત્સ માંગણી કરતા નરાધમને સમજાવવા ગયેલી માતા પર કર્યો હૂમલો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં સગીરા પર બબ્બે છેડતીનાં બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતી એક સગીરાનું શખ્સે બાવળુ પકડી બિભત્સ માંગણી કરતા સગીરાની માતા નરાધમનાં ઘરે સમજાવવા જતાં લાજવાના બદલે તેના પરિવારે હૂમલો કર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતી એક સગીરા પર આરોપી દશરથ દિલીપભાઇ કોળીએ નજર બગાડી તેનો હાથ પકડી લીધો હતો અને નજીક જઇને બિભત્સ માંગણી કરતા બાળા ગભરાઇ ગઇ હતી અને દશરથ ત્યાંથી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ બાળાએ ઘરે પહોંચી ગભરાયેલી હાલતમાં જોતા જ માતાએ તેની પુત્રીને સમજાવી અને હકિકત જાણતા જ અવાચક થઇ ગઇ હતી.
મહિલા આરોપી દશરથનાં ઘરે સમજાવવા જતાં દશરથનાં પિતા દિલીપ કોળી અને માતા લક્ષ્મીબેન દિલીપભાઇ કોળીએ મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દશરથ, દિલીપ અને કરણે ધોકા વડે મહિલા અને તેની સાથે રહેલા યુવકને પણ માર માર્યો હતો. તેમજ લક્ષ્મીબેને ઢીકાપાટુનો માર મારતા ગોંડલ સીટી પોલીસ મથકમાં છેડતી, મારામારી, એટ્રોસીટી અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…