વાંકાનેર: નોકરી જતી રહેતા સાથી કર્મચારી ઉપર હુમલો.
વાંકાનેર : વાંકાનેર થાન રોડ ઉપર કલરની ફેકટરીમાં સાથે કામ કરતા યુવાનની નોકરી જતી રહેતા અન્ય સાથી કર્મચારીને તે જ મને નોકરીમાંથી કાઢી નખાવ્યો છે કહી હુમલો કરતા બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રાજગોર સમાજની વાડી પાછળ રહેતા પ્રહલાદભાઇ નરભેરામભાઇ ચારોલાને તેમની સાથે જ કલરના કારખાનામાં કામ કરતા સંજયભાઇ નાજાભાઇ મુધવા રહે વાંકાનેર અમરનાથ સોસાયટી અને પીન્ટુભાઇ અજાભાઇ સરૈયા રહે હસનપર વાળાએ તે જ મને નોકરીમાંથી કાઢી નંખાવ્યો છે કહી લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વધુમાં પોલીસે આ મામલે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.