skip to content

તીડના ઝુંડનું થરાદમાં આગમન, કેન્દ્રની 11 અને રાજ્યની 18 ટીમો કામે લાગી.

તીડનું મોટું ઝુંડ થરાદમાં પ્રવેશ્યું છે. કેન્દ્રની 11 ટીમ અને રાજ્યની 18 ટીમો કામે લાગી છે. ખેડૂતોને 50 ટકા તીડ નાશક દવા વાપરવાની સલાહ આપી છે. ખેડૂતોને આ દવા તીડ પર છંટકાવ કરવાની તંત્રએ અપીલ કરી છે. આ દવા ખેતી પાક માટે નુકસાનકારક ન હોવાનું તંત્રએ જણાવ્યું છે. ખેડૂતોને તીડ નિયંત્રણ મિશનમાં જોડાવવાની કલેકટરે અપીલ કરી છે. ત્યારે તીડના ત્રાસને લઈને ખેતીવાડી, બાગાયત સહિતના અધિકારીઓ સાથે એક બેઠક પણ મળશે. કેન્દ્ર અને રાજ્યના ખેત સચિવો સાથે વીડિયો કોન્ફરન્સથી કલેકટર ચર્ચા કરશે.

આ સમાચારને શેર કરો