Placeholder canvas

રાજકોટ: વ્યાજખોરોએ માર્કેટીંગ યાર્ડના વેપારીનું અપહરણ કર્યું.

રાજકોટ: માર્કેટીંગ યાર્ડના વેપારીએ ચાર માસ પહેલા ધંધા માટે રૂા.3 લાખ વ્યાજે લીધા’તા : બે મહિનાનું વ્યાજ ચડત થઇ જતાં વ્યાજખોરોએ રાત્રે ઘર પાસે આવી આતંક મચાવ્યો. ઘર પાસે દેકારો થતાં વ્યાજખોરો ફરાર થયા. વેપારી અને તેમના મિત્રઍ પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં રસ્તામાં આંતરી હથિયાર વડે તૂટી પડયા હતા. વ્યાજખોર અતુલ પટેલ, જયદિપ પટેલ, કાના સહિત આઠ શખ્સો સામે રાયોટીંગ,અપહરણ, મારામારી, ધમકી અને મનીલેન્ડ હેઠળ ગુનો નોંધાવામા આવ્યો છે.

શહેરનાં કોઠારીયા રોડ પર આવેલી ન્યુ વંદના સોસાયટીમાં રહેતા માર્કેટીંગ યાર્ડના વેપારી ઘર નજીક હતા ત્યારે બે કારમાં ઘસી આવેલા વ્યાજખોર અને તેના સાગ્રીતોએ વેપારીનું એકટીવામાં અપહરણ કરી લઇ જતાં રસ્તામાં મળેલા વેપારીનાં કારખાનેદાર મિત્ર વચ્ચે પડતાં ત્યાં દેકારો મચી જતાં આરોપીઓ ફરાર થયા હતાં અને ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં રસ્તામાં આંતરી છરી અને ધોકા વડે મારમારતાં થોડીવારમાં પોલીસ આવી ગઇ હતી, જેથી આરોપીઓ ફરાર થયા હતાં.

આ મામલે ભકિતનગર પોલીસ મથકમાં આઠ શખ્સો સામે રાયોટીંગ, મનીલેન્ડ એકટ, ધમકી અને મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ભકિતનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમાચારને શેર કરો