Placeholder canvas

સાવધાન ! ગુજરાતમાં ફરી કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે…

ત્રણ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ રાજ્યમાં કોરોનાના 72 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 53 દર્દીઓ સાજા થયા, અમદાવાદમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા જ્યારે સુરતમાં 7, વડોદરા 7, રાજકોટ 4 કેસ, અરવલ્લી 2, વલસાડ 2 કેસ, ગાંધીનગર 1, બનાસકાંઠા 1, સાબરકાંઠામાં 1 કેસ, આણંદ 1, ગીર સોમનાથ 1, મહેસાણામાં 1 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં સતત કોરોના સંક્રમણ ફરી ચિંતાજનક હદે વધી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના મંગળવારે સૌથી વધુ 44 દર્દી સામે આવ્યા હતા. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 207 થઈ ગઈ છે.જે પૈકી 3 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસ 40ને પાર પહોંચતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર મોટાપાયે કોરોના ટેસ્ટિંગ હાથ ધરાશે.આ ઉપરાંત અગાઉની લહેરોની જેમ ભીડભાડવાળા સ્થળોએ પણ કોરોના ટેસ્ટ માટેના ડોમ ઉભા કરવામાં આવી રહયા છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ ન પ્રસરે તે માટે આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ (vaccination) વધારવા તંત્ર સક્રિય બન્યું છે.ઉલ્લેખનીય છે કે, ઉનાળુ વેકેશન દરમિયાન સંખ્યાબંધ લોકો એકઠા થતા જોવા મળે છે તેમજ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં રહેતા ભારતીયો રજાઓમાં વતન આવ્યા. જેના કારણે સંક્રમણમાં ફરી ઉછાળો આવતા જ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ ઘરની બહાર જતા-આવતા લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.. આ ઉપરાંત જે લોકોને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ મળવપાત્ર છે. તેમને વહેલી તકે રસીનો ડોઝ લેવા પણ અપીલ કરી છે.

આ સમાચારને શેર કરો