Placeholder canvas

ચોટીલા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત:15 મુસાફરોને નાની-મોટી ઇજા

રાજકોટ – અમદાવાદ રૂટની એસટી બસ આજે સવારે રાજકોટથી નીકળી અમદાવાદ તરફ જતી હતી ત્યારે ચોટીલા નજીક સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ડ્રાઇવર સહીત કુલ 15 જેટલા મુસાફરો ઘવાયા હતા.108 મારફતે તેઓને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ જતા સ્થાનિક પોલીસ પહોંચી ગઈ હતી.તેમજ જરૂરી કાર્યવાહી કરી એસટી ડીવીઝનના અધિકારીને જાણ કરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,આજે સવારે રાજકોટ બસપોર્ટમાંથી નીકળેલી રાજકોટ-અમદાવાદ રૂટની એસટી બસ ચોટીલા નજીક પહોંચતા સામેથી આવતા ટ્રક સાથે અથડાતા બસમાં બેસેલા ડ્રાઇવર સહિત 15 મુસાફર ઘવાયા હતા.મુસાફરોને માથામાં અને કાન તેમજ આંખમાં ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘવાયેલાઓમાં પરેશભાઈ કરશનભાઈ રાઠોડ(ઉ.વ.34),પૂનમબેન જીતેન્દ્રભાઈ રાઠોડ(ઉ.વ.30),ચેતનાબેન પરેશભાઈ રાઠોડ(ઉ.વ.38),મદનાસિંહ ધીરુભાઈ રાઠોડ,શારદાબેન વિનોદભાઈ પરમાર,વિનોદભાઈ અરવિંદભાઈ પરમાર અને હિતેશ સહિતના ને સિવિલ તેમજ અન્ય લોકોને ચોટીલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટ સારવારમાં રહેલા મુસાફરોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,અમો બધા રાજકોટથી અમદાવાદ જવા રાજકોટ બસપોર્ટથી બેઠા હતા.રાજકોટથી બસ ઉપડી ત્યારથી ડ્રાઇવર મોબાઈલ પર વાતચીત કરતો હતો.તેમને ચાલુ બસે મોબાઈલ પર વાતચીત કરવાની ના પાડી છતાં પણ માનતો નહોતો.ત્યારબાદ બસ ચોટીલા નજીક પહોંચતા વાતચીત દરમિયાન મોબાઈલ બસની સીટ નીચે પડી જતા ડ્રાઇવર મોબાઇલ લેવા જતા સામેથી આવતો ટ્રક ધડાકાભેર અથડાયો હતો.

ડ્રાઇવર બસમાંથી ઉતરી ભાગવા જતા મુસાફરોએ તેને પકડી મારમાર્યો હતો.તેમજ એસટી ડીવીઝનમાં પણ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.આ અંગે ચોટીલા પોલીસે બસના ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે.

આ સમાચારને શેર કરો