મોરબી: નાની સિચાઈ યોજના કૌભાંડમાં વાંકાનેર તાલુકાની 8 મંડળીના પ્રમુખોની ધરપકડ
મોરબી જિલ્લા પંચાયત હસ્તકના નાની સિંચાઇ યોજનાના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો જેથી કરીને આ અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. અત્યાર સુધીમાં અધિકારી, પદાધિકારી, ધારાસભ્ય સહિતના અનેકની ધરપકડો પોલીસ દ્વારા કરવામાં આવી છે.એ દરમિયાન મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા નાની સિચાઈ યોજનાના કૌભાંડમાં વાંકાનેર તાલુકાની જુદીજુદી 8 મંડળીના પ્રમુખોની ધરપકડકરવામાં આવી છે.
મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં પાણીની સંગ્રહ શક્તિ વધે તે માટે સરકાર દ્વારા કુલ મળીને ૩૦ કરોડ રૂપિયાના કામો મંજુર કરવામાં આવ્યા હતા જોકે સ્થાનિક અધિકારીઓઅને પદાધિકારીઓ દ્વારા સાંઠગાંઠ કરીને આ રકમમાંથી જળાશયો ઉતારવા સહિતની કામગીરી કરવાના બદલે માત્ર ને માત્ર સરકારી ચોપડા ઉપર કામગીરી બતાવી ને ખોટા બિલ બનાવીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હતી. આમ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના ઇન્ચાર્જ અધિકારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાણાકીય ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા જે તે સમયે નિવૃત્ત ઇન્ચાર્જ અધિકારી, કોન્ટ્રાક્ટર જે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય,જીલ્લા પંચાયતની સિચાઈ સમિતિના માજી ચેરમેનમ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ સહિતના આગેવાનો અને જુદી-જુદી મંડળીઓના હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત જુદીજુદી મંડળીઓના હોદેદારો પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાથી તેઓ આગોતર જમીન લેવામાટે હાઇકોર્ટમાં ગયા હતા. પરંતુ હાઇકોર્ટે તેના આગોતરા માટેની અરજી ફગાવી દીધી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ, એ ડીવીઝન પોલીસ દ્વારા નાની સિચાઈ યોજનાના કૌભાંડમાં વાંકાનેર તાલુકાની શાન, ક્રિષ્ના, શિવશક્તિ, સર્વોદય સહીત જુદીજુદી આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કાંતિભાઈ મોહનભાઈ વોરા રહે રતીદેવાડી, વિજયભાઈ કાનજીભાઈ બોસીયા રહે આંબેડકરનગર વાંકાનેર, નારણભાઈ જેઠાભાઈ સોલંકી રહે આરોગ્યનગર વાંકાનેર, ધર્મેશભાઈ લાલજીભાઈ દેલવાડીયા, રહે આરોગ્યનગર વાંકાનેર, ઈશ્વરભાઈ કલાભાઈ વોરા, રહે રતીદેવાડી, ઈસ્માઈલ રહીમ રહે લીંબડા, ઓસમાન હયાતભાઈ ખોરજીયા રહે ચંદ્રપુર અને દીપકભાઈ કાન્તીભાઈ સોલંકી રહે અરણીટીંબા વાલાની ધરપકડ કરવામાં આવી છે. પોલિસે આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…