વાંકાનેર: હાઇવે સર્વિસ રોડ પરના રેલ્વેના નાલા નિચીથી બોલેરો પિકઅપ છુમંતર…
વાંકાનેર : વાંકાનેરમાં એક બોલેરો પીકઅપ ગાડીની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના જિનપરા પટેલ વાડી પાસે રહેતા કાળુભાઇ ભવાનભાઈ જાદવ ઉ.વ.25 નામના યુવાનની ગતતા.5ના રોજ જિનપરા જકાતનાકા સર્વિસ રોડ ઉપર રેલવેના પુલ નીચેથી જી.જે.03 એ.વી.7774 નંબરની બોલેરો પીકઅપ ગાડી (કિંમત રૂ.1.50 લાખ) છુમંતર થઈ ગઇ છે. પરંતુ આ છો મંતર કોઈ જાદુગર નહીં પણ કોઈ અજાણ્યા ચોર કરી ગયાની પોલીસ સ્ટેશન નોંધ થાય છે જમની પલિસે વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા લોકો આ સર્વિસ રોડના રેલવેના નાલા નીચે તડકો અને વરસાદથી પોતાનું વાહન બચાવવા માટે અહીં પાર્ક કરી જતા હોય છે. જેથી લોકોને અહીથી પસાર થવા માં તકલીફ પડતી હોય છે અહીંથી પીકઅપ ની ચોરી થતા કદાચ હવે લોકોને પાર્ક કરેલા વાહનથી પડતી હાલાકી હવે દૂર થઈ જશે….!!
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…