Placeholder canvas

લીંબડીનો યુવાન સંસદમાં સુભાષ ચંદ્ર બોઝના જીવનકવન પર પ્રવચન આપશે.

લીંબડી: 23 જાન્યુઆરી એટલે મહાન દેશભક્ત સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી તે નિમિત્તે નહેરુ યુવા કેન્દ્ર ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રથમ નંબર મેળવી લીંબડી તાલુકાના ઝંબડી ગામના યુવાન અર્જુન મહેશભાઈ ઠાકરની રાજ્ય કક્ષાએ પસંદગી થઈ છે.

જેમાં રાજ્યના કુલ 33 જિલ્લાઓના યુવાનો વચ્ચે 10 જાન્યુઆરીએ રાજ્યકક્ષાની સ્પર્ધાનુ આયોજન થયું હતુ. જેમાં સ્પર્ધાના નિર્ણાયક ડો.નીલમ પંચાલ, ડો.પૂજા વ્યાસ, ડો.ભાવેશ ભારડ અને મનિષા શાહ દ્વાર સુરેન્દ્રનગરના પ્રતિનિધિ અર્જુનભાઈ ઠાકરને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આગામી 23 જાન્યુઆરીએ અર્જુનભાઇ ઠાકર દિલ્લી ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સમક્ષ દેશની સંસદમાં નેતાજી સુભાષચંદ્ર બોજના જીવનકવન પર પ્રવચન કરી ગુજરાતનું નેતૃત્વ કરશે. આ સાથે જ સમગ્ર લીંબડી પંથક, સુરેન્દ્રનગર જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

આ સમાચારને શેર કરો