Placeholder canvas

ચોટીલા: મકાન રીપેરીંગ કરાવવા આવેલા મુંબઇનાં યુવાન ઉપર ધોકાથી હુમલો

ચોટીલા ખાતે ચોટીલા થાન રોડ ઉપર આવેલ પોતાનું મકાન રીપેરીંગ કરાવવા માટે મુંબઈથી આવેલા યુવાનને બે યુવાનોએ અગાઉના ઝઘડાનું મન દુ:ખ રાખી અને ગંભીર રીતે માર માર્યો હોવાની ફરિયાદ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.

આપ બનાવની મળેલી માહિતી મુજબ મુંબઈ ખાતે રહેતા હુસેનભાઈ કલાડિયા નામના વ્યક્તિએ ચોટીલા થાન રોડ ઉપર પોતાનું મકાન રીપેરીંગ કરાવવા માટે આવ્યો હતો તેવા સમયે પરવેજ કલાડિયા અને સોયબ કલાડિયા નામના શકશે મુંબઈથી આવેલા હુસેન કલાડિયા નામના શખ્સને ધોકા વડે માર મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડી છે ત્યારે આ અંગેની ફરિયાદ ચોટીલા પોલીસ મથકે નોંધાતા આ અંગેની વધુ તપાસ ચોટીલા પોલીસ કરી રહી છે.

આ સમાચારને શેર કરો