વાંકાનેર ખિદમત-એ-ખલ્ક ગ્રુપના સેવા કાર્યોમાં આર્થિક મદદ કરવા અપીલ
ખિદમત-એ-કલાક ગ્રુપ દ્વારા 64 વિધવા બહેનોને દર મહિને રાશન કિટનું વિતરણ, એમ્બ્યુલન્સ અને આખરી સફરની (શબ વાહિની) સેવા આપવામાં આવે છે.
વાંકાનેરમાં ચાલતું ખિદમત એ ખલ્ક ગ્રુપ દ્વારા વિધવાઓના જીવનનિર્વાહ માટે રાસન દર મહિને વિતરણ તેમજ એમ્બ્યુલન્સ સેવા અને આખરિ સફર શબવાહિની સેવા છેલ્લા કેટલાક સમયથી આપવામાં આવી રહી છે. આ ગ્રુપ દ્વારા 64 વિધવાઓને નિયમિતપણે દર મહિને 500 રૂપિયાની રાસન કિટ આપવામાં આવે છે, જેથી વિધવાઓ પોતાનું સામાન્ય જીવન જીવી શકે, એમ્બ્યુલન્સ સેવા પણ માત્ર નિભાવ ખર્ચ જેટલો ચાર્જ વસૂલી સેવા આપે છે અને ખાસ આખરી સફર એટલે કે શબવાહિની ને શહેરમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ડેડ બોડી લઈ જવાય અથવા તો રહેઠાણના વિસ્તારથી દુર આવેલ કબ્રસ્તાન માટે ખૂબ જ ઉપયોગી આવી રહી છે. તેમનું પણ ચાર્જ કોઈ ફિક્સ નથી લોકો એની ઇચ્છા મુજબ આપતા હોય છે.
વાંકાનેરમાં આ ખીમત એ ખલ્ક ગ્રુપ છેલ્લા પાંચેક વર્ષથી આ સેવા અવિરત કરતું રહ્યું છે ત્યારે આ ગ્રુપ દ્વારા રમઝાન માસમાં જકાત, ઉશર, ઇમદાદ વિગેરે આપીને આર્થિક મદદ કરવા માટેની અપીલ કરવામાં આવી છે મદદ માટે ગફારભાઈ મંત્રીનો 94282 65711 અને રહીમભાઇ ટંકારાવાળાનો 99098 75268 પર સંપર્ક કરવો
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…