વાંકાનેર: સીંધાવદરમાંથી ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર પકડાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે કે. જી. એન. પ્લાઝા ચેમ્બર્સમાં રોયલ પ્રાયમરી હેલ્થ સેન્ટર નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. (સ્પેશિઅલ ઓપરેશન ગ્રુપ) દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
આજે તા. 15ના રોજ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પ્રાયમરી હેલ્થ સેન્ટર સીંધાવદરના તબીબી અધિકારી ડો. ધવલભાઇ નવિનભાઇ રાઠોડને સાથે રાખી વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે કે. જી. એન. પ્લાઝા ચેમ્બર્સમાં રોયલ પ્રાયમરી હેલ્થ સેન્ટર નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડિગ્રી વગર આરોપી મહમદ હુશન હાજીભાઇ પરાસરા (ઉ.વ. 70, રહે. વીડી ભોજપરા, તા. વાંકાનેર) મેડીકલ પ્રેકટીશ કરતા હોવાનું ખુલ્યું હતું. તેથી, દવાખાનામાં રાખેલો દવાનો જથ્થો તથા સાધનો (કી.રૂ. 53,478)નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી સામે મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…