Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરાઈ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરવામાં આવી હોય જેથી તા. ૧૩ માર્ચથી તા. ૧૫ માર્ચ સુધી ખેડૂતોએ પોતાની કૃષિ જણસોના વાહનમાં તાલપત્રી ઢાંકીને લાવવા જણાવ્યું છે

તે ઉપરાંત વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની જણસીની ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં શેડ નં ૫ અને ૬ માં જીરૂ, શેડ નં ૩ અને ૪ માં કપાસ તેમજ શેડ નં ૧ અને ૨ માં ઘઉંની જગ્યા હશે ત્યાં સુધી ઉતરાઈ કરવા દેવામાં આવશે જીરૂ, કપાસ, ઘઉં સિવાયની તમામ જણસીઓની ઉતરાઈ જગ્યા ના હોવાને કારણે બંધ કરવામાં આવેલ છે. શેડમાં જગ્યા નહીં હોય તો ખેડૂતભાઈઓએ પોતાનુ વાહન તાલપત્રી ઢાકીને ઉભુ રાખવાનુ રહેશે. જેની લાગતા વળગતા તમામે ખાસ નોંધ લેવી તેમજ વેપારીઓએ પણ પોતાનો માલ ખુલ્લામાં પડ્યો હોય તો ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવી અથવા તાલપત્રી ઢાંકવાની વ્યવસ્થા કરવા યાર્ડની યાદીમાં જણાવ્યું છે

આ સમાચારને શેર કરો