Placeholder canvas

હડમતીયાના નવા પ્લોટના બાળકોને સરકાર અને તંત્ર દ્રારા અન્યાય: આંગણવાડી બંધ..!!

છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ગ્રામપંચાયત દ્વારા લેખીત જાણ કરેલ હોવા છતાં આજસુધી નવનિયુક્ત બની નથી. છેલ્લા એક વર્ષથી આંગણવાડી વર્કરની જગ્યા પણ ખાલી છે અને હેલ્પર દ્વારા ચાલતી હતી તે પણ બંધ થઈ જતા હાલ આંગણવાડીઓ ધમધમવા લાગી છે ત્યારે હડમતિયાના આ બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ

ટંકારા તાલુકાના હડમતિયા ગામની વસ્તી આશરે ૩૭૦૦/૪૦૦૦ ની છે ત્યારે નવા પ્લોટ વિસ્તારની આંગણવાડી જર્જરિત હાલતમાં હોય આ બાબતે ગ્રામપંચાયત દ્વારા લેખીત તંત્રને પણ જાણ કરેલ છે અને ઠરાવ પણ કરેલ છે અને તંત્ર જાત નિરીક્ષણ પણ કરી ચુક્યાનો પણ ઘણો સમય વિતવા છતાં કોઈ નિવારણ આવેલ નથી હાલ જ્યારે સ્કુલો અને આંગણવાડી છેલ્લા બે વર્ષથી બંધ રહી ચુકેલ ફરી ધમધમતી થઇ છે ત્યારે આંગણવાડીના આ બાળકોને ભણવા માટે જર્જરિત આંગણવાડીમાં કેમ બેસવું…? તે મુખ્ય પ્રશ્ન ઉભો થયો છે.

આ બાબતે તંત્રને આંગણવાડીનું મકાન જર્જરિત હોવાની જાણ હોવા છતાં વારંવાર આંગણવાડી હેલ્પર ને “તમો મકાન ભાડે રાખી લો” તંત્ર તમને ૧૦૦૦ ભાડું આપશે પણ ગામમાં એવું કોઈ મકાન ભાડે ન મળતું હોવાથી અને તંત્ર દ્વારા વર્કરને વારંવાર દબાણથી અંતે આંગણવાડી હેલ્પર રામાવત હર્ષિદાબેન મોતીરામ દ્વારા તંત્રને લેખીત રાજીનામું ધરી દેતા હાલ નવા પ્લોટ વિસ્તારની આંગણવાડીના ફુલ જેવા આશરે ૨૫ થી વધું બાળકોને ૧ કિલોમીટર દુર જુના ગામની આંગણવાડીમાં જવા મજબુર થવું પડ્યું છે ત્યારે ગામલોકોમાં ચર્ચા થઈ રહી છે કે “શુ આમ જ ભણશે ગુજરાત..?”

આ સમાચારને શેર કરો