Placeholder canvas

વાંકાનેરમાં એલસીબીના સપાટા બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં: ત્રણને ઝડપાયા

વાંકાનેર : થોડા દીવડો પૂતવે વાંકાનેરમાંથી એલસીબીએ વરલી ભક્તો ઉપર ધોસ બોલાવ્યા બાદ ગઈકાલે વાંકાનેર સ્થાનિક પોલીસે ત્રણ વરલી ભક્તોને 26700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને એક આરોપીને ફરાર દર્શાવ્યો હતો.

વાંકાનેર સિટી પોલીસે મીલ પ્લોટ ચોક વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા નુરમામદભાઈ ગુલામભાઈ જેડા, નીજામુદીનભાઈ અબ્દુલભાઈ મુલતાની, કેસરખાન મહંમદભાઈ પઠાણને વરલી મટકા સાહિત્ય અને રોકડા રૂપિયા 15,200 તેમજ રૂપિયા 11,500ની કિંમતના મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આરોપી નરેશભાઈ કોળીનું નામ ખુલતા પોલીસે ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો