મોરબી: જુના જાબુડિયાની સીમમાંથી માથું છુંદેલ મહિલાની લાશ મળી

મોરબી : જુના જાબુડિયા ગામે આજે સીમ વિસ્તારમાંથી એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કોઈએ પથ્થરથી માથું છુંદીને આ અજાણી મહિલાની હત્યા કરી હોવાનું પીલિસે અનુમાન છે. મૃતદેહને ફોરેન્સિક પીએમ માટેની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જુના જાબુડિયા ગામે આવેલ સીમમાંથી આજે એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પી.એસ.આઇ.એમ.વી.પટેલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને તપાસ હાથ ધરી હતી. કોઈએ આ મહિલાનું માથું પથ્થરથી છુદી નાખીને હત્યા કર્યાનું પોલીસે પ્રાથમિક અનુમાન દર્શાવીને આ બનાવનું સાચું કારણ જાણવા મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

મૃતક મહિલા સ્થાનિક નહિ પણ હિન્દીભાષી હોવાનું પોલીસનું અનુમાન છે.જોકે તેણીના માથાનો ભાગ પરથરથી છુંદાયેલો હોવાથી હાલના તબબકે મૃતક મહિલાની ઓળખ મળી નથી, કોઈએ પથ્થરના ધા મારીને મહિલાની કરપીણ હત્યા કરી નાખી હોવાની લાશની સ્થિતિ જોતા સ્પષ્ટ થયું છે.

આ સમાચારને શેર કરો