વાંકાનેર ખેરવા પાસે બે ST વચ્ચે અકસ્માત:ઘણા લોકોને ઇજા, ડ્રાઇવર સિરિયસ
By Anvar Kadivar -Kherva વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે કુવાડવા (રાજકોટ) રોડ ઉપર આવેલા વળાંક પાસે રાજકોટ થી વાંકાનેર તરફ આવતી એસ.ટી અને વાંકાનેર થી રાજકોટ તરફ જતી એસટી વચ્ચે એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ઘણા બધા લોકોને ઈજા પહોંચી છે અને ડ્રાઇવર સિરિયસ હોવાની માહિતી મળી છે.
મળતી માહિતી મુજબ આજે સવારે વાંકાનેર થી રાજકોટ તરફ બસ જઈ રહી હતી અને ખેરવા થી ઉપડી આગળના વળાંક પાસે પહોંચે ત્યારે સામેથી પણ રાજકોટ થી વાંકાનેર તરફ આવતી એસ.ટી બંને સામસામે ધડાકાભેર અથડાઇ ગઇ હતી. અંદર બેઠેલા પેસેન્જરો ભયભીત થઈ ગયા હતા, હાહાકાર મચી ગયો હતો અને શોરબકોર બપોર થઈ ગયો હતો. બચાવો-બચાવોની લોકો પાડવા લાગ્યા હતા. વાંકાનેર થી રાજકોટ જતી એસટીમાં મોટાભાગે રાજકોટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા અને હાલમાં કોલેજની એકઝામ ચાલુ થઈ છે એક્ઝામ આપવા જઈ રહ્યા હોવાની માહિતી મળી છે. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં કેટલાક વિદ્યાર્થીઓને પણ ઇજા પહોંચી હોવાની માહિતી મળી છે. જ્યારે એસટી ડ્રાઈવર ને વધુ પડતી ઇજા હોવાથી તેમને રાજકોટ રીફર કરવામાં આવ્યો છે.
આ અકસ્માત થતા રસ્તા ઉપરથી પસાર થતા લોકો અને ખેરવા ગામથી વાડીએ જતા તેમજ આસપાસના ગામ કણકોટ અને સિંધાવદરથી લોકો ઘટનાસ્થળે મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને બહાર કાઢી અને ૧૦૮ માં હોસ્પિટલ ખસેડવામાં મદદ કરતા હતા ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ પણ દોડી આવ્યા હતા
અકસ્માત એટલો ભયંકર હતો કે 108 સતત ફેરા કરી રહી છે અમને મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં ૧૦૮ ચાર થી પાંચ ફેરા કર્યા છે જેમને વધુ ઇજા ન હોય તેવા મોટાભાગના ઈજાગ્રસ્તોને વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે વધુ ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જે વાલીઓના સંતાનો રાજકોટ અભ્યાસ કરતા હોય અને અપડાઉન કરતા હોય તે વાલીઓએ પોતાના સંતાન સાથે સંપર્ક કરી લેવો અને આ અકસ્માતમાં પોતાનું સંતાન ઇજાગ્રસ્ત નથી થયું ને તેની તપાસ કરવી
“સલામત સવારી એસટી અમારી“
એસટી ઉપર અને અંદર લખવામાં આવે છે કે સલામત સવારી એસ.ટી અમારી અહીં અકસ્માતમાં બંને એસ ટી ઓ સામસામે અથડાઇ છે અને ઘટના સ્થળે જોતા એવું લાગે છે કે આ ડ્રાઇવર બેફામ પણે ચલાવતો હશે એસટીડીની શું આ જ સલામતી છે?
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…