વાંકાનેર સેવાસદનમાં થાય છે દારૂની મહેફિલ: વિડીયો વાયરલ

વાંકાનેર તાલુકા સેવા સદન છેલ્લા કેટલાક વર્ષોથી અનેક પ્રશ્નોથી ચર્ચામાં રહ્યું છે. અહીં છેલ્લા એકાદ વર્ષમાં બે મોટા અધિકારી લાંચના છટકામાં પકડાયા છે. આ સેવા સદનમાં લોકોને સેવાની જગ્યાએ હાલાકીનો જ સામનો કરવો પડી રહ્યો છે, આ સેવા સદન નહી પણ હાલાકી સદન બની ગયુ છે. ત્યારે આ સેવાસદન વધુ એક બાબતમાં વગોવાયુ છે.

વાંકાનેર સેવાસદનમાં તત્કાલીન મામલતદાર ચાવડા અને તાજેતરમાં જ રજીસ્ટાર મેહતા લાંચના છટકામાં પકડાયા છે અને જેલની હવા પણ ખાઈ ચુક્યા છે. ત્યારે આ સેવા સદનમાં ચાલુ દિવસે દારૂની મહેફિલ થાય છે તેવો એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયો એક મહિલાએ ઉતાર્યો છે, જેમાં દારૂ પી રહ્યાની વાત કરવામાં આવી છે. તેમજ કાબાટમાંથી દારૂની બોટલ હોવાની વાત કરવામાં આવી છે.અને મહિલા સાથેના સંબંધોની વાત પણ કરવામાં આવી છે.

આ વીડિયોમાં એક સિનિયર મોસ્ટ નાયબ મામલતદાર અને એક એક નાનો કર્મચારી તેમજ બે-ત્રણ સસ્તા અનાજની દુકાન વાળા હોવાની વાત વિડીયો માં કહેવામાં આવી છે આ અંગેની રજૂઆત એ મહિલાએ ઉચ્ચ અધિકારી સમક્ષ કરી હોવાનું અમારી સમક્ષ વાત કરી છે પરંતુ તેમની સામે પગલાં લેવાયા કે ન લેવાયા તેની કોઈ માહિતી નથી.

આ સેવા સદનમાં મહિલા દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોમાં દારૂની મહેફીલ ચાલુ દિવસ દરમિયાન થતી હોવાની વાત સામે આવી છે ત્યારે જો મહત્વની ઓફિસમાં આવી મહેફિલો થતી હોય અને તેમના કર્મચારીઓ જો દારૂડિયા હોય તો લોકોના કામ કેવા અને કેવી રીતે થતા હશે ? તેમજ આ મહેફિલમા સસ્તા અનાજના બે-ત્રણ સંચાલકો પણ સામેલ હોવાની વાત છે. જે લોકો સાથે બેસીને દારૂની મહેફિલ માણતા હોય તેવા સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે અધિકારીઓ શું પગલાં લઈ શકે અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો કેવું સંચાલન કરતા હોય એ સમજી શકાય.

વધુ… હવે પછી…

સૌથી પહેલા સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો….. આ મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચે બ્લુ કલર માં અંગ્રેજીમાં લખેલી લીંક પર ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો