Placeholder canvas

કોરોના મહામારીમા ‘માઁ અમૃતમ’ કાર્ડ કાઢવાની કામગીરી બંધ

કોરોના મહામારીમાં તમામ મોરચે નિષ્ફળ ગયેલી સરકારે અચાનક જ જરૂરિયાતમંદ દર્દીઓ માટેની મહત્વની આરોગ્ય વિષયક સેવા ખોરવી નાખતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

મોરબી જિલ્લામાં માં અમૃતમ કાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. સરકારની આવી અણધડ નિતીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છ છે. જેમાં સરકારે અચાનક જરૂરિયાતમંદ દર્દીઓ માટેની મહત્વની આરોગ્ય વિષયક સેવા ખોરવી નાખતા અનેક જરૂરિયાતમંદ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા ગયા છે.

વાંકાનેર નગરપાલિકા ને કચેરીમા તેમજ મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓમાં ચાલતી મા અમૃતમ યોજનાની કામગીરી સરકારના આદેશ મુજબ સંપૂર્ણપણે બંધ કરી દેવામા આવી છે. મા અમૃતમ યોજનાની કામગીરી બંધ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ કામગીરી બંધ થવાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નિરાશ થઈને પરત જવાની ફરજ પડી હતી અને અનેક દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.

હવે મા અમૃતમ કાર્ડ માટે નોંધણીની કામગીરી બંધ થઇ ગઇ છે. ક્યારે અને ક્યા ચાલુ થશે એની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. મા કાર્ડ જેવી આરોગ્યલક્ષી બાબતમા એવો અણઘડ નિર્ણય લેનાર સરકારી તંત્રના કારણે અનેક દર્દિઓ મુશ્કેલીમા મુકાયા છે.

કોરોના મહામારીમાં અક્કલ વગરના નિર્ણય લેવામાં પંકાયેલી અને સરેઆમ નિષ્ફળ ગયેલી સરકાર અને ગુજરાતમાં નમાલ વિરોધપક્ષ વચ્ચે સરકાર કઈ પણ વિચાર્યા વગર અક્કલ વગરના નિર્ણય લેવામાં પંકાયેલી છે. પોતાના આ નિર્ણયથી ગરીબ મધ્યમ વર્ગના લોકો કેટલા હેરાન પરેશાન થઇ જશે તેમનો કંઈ પણ વિચાર કર્યા વગર ને આવો નિર્ણય લઈને હવે સરકારે અક્કલનું દેવાળું ફૂંક્યું હોય એવું લાગે છે. કેમકે તેઓએ માઁ કાર્ડ કાઢવા માટેની કામગીરી બંધ કરાવી તે પહેલાં તેનો વિકલ્પ શરૂ કરવો જોઈએ પરંતુ આવું થયું નથી, જેથી ગરીબો તેમજ મધ્યમ વર્ગીય લોકોની મુશ્કેલી વધશે, સરકાર પાસે લોકોએ હવે કોઈ અપેક્ષા રાખવા જેવી નથી પરંતુ વિરોધ પક્ષ પણ પાણીમાં બેસી ગયો છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો