ભૂજની જનરલ હોસ્પિટલના તબીબને કોરોનાના લક્ષણો દેખાતા સેમ્પલ લઇ તપાસ

ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા બાદ,સરહદી કચ્છમાં મોડી રાત્રે વધુ ત્રણ કોરોનાના શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ દર્દીઓમાં ભુજ, મુંદરાના ધ્રબ અને અબડાસાના સાંઘીપૂરમના પુરુષોનો સમાવેશ થાય છે.

ભુજના 24 વર્ષિય યુવક, ધ્રબના 57 વર્ષિય આધેડ અને સાંઘીપૂરમના 30 વર્ષિય યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યાં છે. ત્રણેયના રીપોર્ટ લેબમાં મોકલી અપાયાં છે.એક જ દિવસમાં કુલ 17 લોકોના સેમ્પલ મોકલાયાં છે.

દરમિયાન,ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં નિવાસી તબીબ તરીકે ફરજ બજાવતાં અને કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલાં 24 વર્ષિય ડોક્ટરને શરદી-ખાંસી થઈ જતાં આરોગ્ય વિભાગે તેમનું પણ સેમ્પલ મોકલ્યું છે.

આ સમાચારને શેર કરો