ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ મોકૂફ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લેવાતી હોય છે જેના અનુસંધાને માર્ચ મહિનાથી પરીક્ષા કાર્યક્રમો મોકૂફ રહ્યા છે. જે 31 મે સુધી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો અગાઉ પરીપત્ર હતો. હવે નવા પરિપત્ર મુજબ જૂન મહિનામાં પણ પરિક્ષાઓ નહીં યોજાય. રાજ્યમાં કોરોના મહામારીને લઈને હાલમાં 31 જૂન સધી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ છેલ્લા 4 મહિનાથી આયોગ દ્વારા પરીક્ષાઓ બંધ છે. નવી અપડેશન 20 જૂન સુધીમાં વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ માટે વેબસાઈટ પર અપડેટ જોતા રહેવું પડશે.
દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોના મહામારીના અનુસંધાને ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઈને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 31-5-2020 સુધી આયોજીત તમામ પરિક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને આયોગ દ્વારા તા. 1 જૂનથી 30 જૂન 2020 સુધી આયોજિત તમામ પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક કસોટીઓ તેમજ મુખ્ય પરીક્ષાઓની નવી તારીખો નિર્ધારિત કર્યાપછીથી સુધારેલ પરિક્ષા કાર્યક્રમ તા. 20 જૂન 2020ના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.