Placeholder canvas

કોટડા સાંગાણીના મોટા માંડવા ગામના સરપંચે ઝેરી દવા પીને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવા ગામના સરપંચે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે. લોકડાઉનના લીધે આર્થિક સંકડામણના કારણે આખરે કંટાળીને સરપંચે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સરપંચ અશોક પટેલે આત્મહત્યા કરી હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરી પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, શુક્રવારે બપોરે મોટા માંડવાના વાડી વિસ્તારમાં રહેતા સરપંચ અશોક પટેલે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. નાનકડા ગામના સરપંચ અશોક પટેલે ઝેરી દવા પી લીધા બાદ તેમના સ્નેહીજનોને જાણ કરી હતી. જેથી તેઓ તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને ગયા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ અશોક પટેલનું મોત નિપજ્યું હતું.

પરિવારના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અશોક પટેલ લાંબા સમયથી ચિંતાતુર રહેતા હતા. તેમજ તેઓને વ્યાજખોરોનો ત્રાસ પણ હતો તેવુ જણાવ્યું હતું. આમ, મોટા માંડવાની પોલીસ આ આત્મહત્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો