રાજકોટમાં તમામ 11 દર્દીના ટેસ્ટ નેગેટીવ: 4 કોરોનાગ્રસ્તની હાલત ‘સ્ટેબલ’

રાજકોટમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ચાર થઈ છે ત્યારે વધુને વધુ શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે. આજે વધુ 11 લોકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આઈસોલેન વોર્ડમાં ખસેડીને સેમ્પલો ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે તમામ 11 દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

રાજકોટમાં કોરોનાના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ચાર છે. તેમાં એક માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. ચારેયની હાલત સ્ટેબલ છે. આઈસોલેશન વોર્ડમાં ચાર પોઝીટીવ તથા 11 શંકાસ્પદ દર્દીઓ છે.

જાગનાથ પ્લોટમાં રહેતા કોરોનાગ્રસ્ત માતા-પુત્રના સંપર્કમાં આવેલા છ વ્યક્તિને કવોરન્ટાઈન કરાયા છે અને હજુ ટ્રેસીંગની કાર્યવાહી ચાલુ જ છે. આ જ રીતે ન્યુ કોલેજવાડીના કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા સાત લોકોનેપણ કવોરન્ટાઈન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટમાં પથિકાશ્રમ તથા ત્રિમંદિર ખાતેના બે કવોરન્ટાઈન સેન્ટરોમાં કવોરન્ટાઈન લોકોની સંખ્યા 37ની થઈ છે.

આ સમાચારને શેર કરો