કોરોના ઇફેકટ્સ: મુસ્લિમ સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય, મસ્જિદોમાં નહીં થાય જુમ્માની નમાજ 

કોરોના વાઈરસ ધીમે ધીમે ગુજરાતને ભરડામાં લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને ત્રણના મોત પણ થઈ ચૂક્યું છે. તેને ધ્યાનમાં લેતા મુસ્લિમ સમાજ દ્વારા સરાહનિય પગલા લેવામાં આવ્યો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મસ્જિદોમાં જુમ્માની નમાજ રદ્દ કરી દેવામાં આવી છે અને લોકોને ઘરે જ નમાજ પઢવાનું કહેવામાં આવ્યુ છે.

કોરોના વાયરસના વધી રહેલ કેસો સામે હિંદુ-મુસ્લિમ સમાજના લોકો એક સાથે આવી રહ્યા છે. બંને સમાજના લોકોએ આ વાયરસને વધતા અટકાવવા માટે મંદિર મસ્જિદ બંધ કરી દીધી છે. જેથી લોકો એક જગ્યાએ જમા ના થાય. મુસ્લિમ ધર્મમાં જુમ્માની નમાઝનું મહત્વ ઘણું વધારે હોય છે. જેથી તે નમાજ મસ્જિદમાં જ પઢવી જરૂરી છે. જો કે કોરોના વાયરસના વધતા કહેરને જોતા ગુજરાતની તમામ મસ્જિદોમાં જુમ્માની નમાઝ રદ્દ કરી દેવામાં આવી છે અને ઘર માં જ નમાઝ અદા કરવાનું એલાન પણ કરવામાં આવ્યું છે.

મસ્જિદો અને ઘરોમાં લોકો કરી રહ્યા છે દુઆ

કોરોના વાયરસથી બચવાં અને વિશ્વમાંથી આ વાયરસનો ખાત્મો કરવા માટે તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા પોત પોતાના ઘરમાં ખાસ દુઆઓ પણ કરવામાં આવી રહી છે.

વાંકાનેર

વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન પઢવામાં આવતી પાંચ ટાઇમની નમાજ પણ મસ્જિદમાં જમાત સાથે પાડવામાં આવતી નથી અને દરેક નમાજીઓને પોતપોતાના ઘરે જ નમાઝ પઢવાની અપીલ કરવામાં આવી છે. તેમજ આવતીકાલે શુક્રવાર જુમ્માં હોવાથી આ નમાજ મસ્જીદમાં જ પડવાની ફરજિયાત હોવા છતાં મુસ્લિમ સમાજના ધાર્મિક વડાઓ એ આ નમાઝ પણ પોતાના ઘરે જ પડવાની અપીલ કરી છે અને જુમાને બદલે જોહર પડી લેવા વિનંતી કરે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો