Placeholder canvas

દેશમાં એક જ દિવસમાં 101 નવા કોરોના પોઝીટીવ કેસ: 15નાં મોત

સમગ્ર દેશમાં લોકડાઉનના બીજા દિવસે જ કોરોનાએ સ્પીડ પકડી છે અને દેશમાં કોરોના પોઝીટીવની સંખ્યા 687 થઈ છે તો ગઈકાલે એક જ દિવસમાં 101 નવા પોઝીટીવ કેસ નોંધાતા સરકાર ચોકી ઉઠી છે અને લોકડાઉનનો અમલ વધુ કડકાઈથી કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે જયારે દેશમાં જમ્મુ-કાશ્મીર-મુંબઈમાં એક-એક વૃદ્ધે કોરોનાથી દમ તોડતા મૃત્યુ આંક 15 થયુ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં એક 85 વર્ષીય મહિલાએ કોરોના પોઝીટીવની અંતિમ શ્ર્વાસ લીધા હતા તેની વિદેશ પ્રવાસની હીસ્ટ્રી હતી. મહારાષ્ટ્રમાં એક 65 વર્ષીય કોરોના પોઝીટીવનું મોત થયું છે તો ઈન્દોરમાં પણ 65 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત થયુ છે. જો કે તેની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી ન હતી. તામીલનાડુમાં 54 વર્ષના એક પુરુષનું પણ મદુરાઈની હોસ્પીટલમાં મૃત્યુ થયુ છે જયારે જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના કારણે એક 65 વર્ષના બુઝર્ગનું મોત થયું હતું. જે શ્રીનગરની હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા અને હવે તેની સાથે સંપર્કમાં આવેલા અન્ય ચાર લોકોને પણ કવોરેન્ટાઈનમાં લેવાયા છે. દેશમાં કુલ 42 લોકો કોરોનાની સારવાર બાદ હોસ્પીટલમાંથી રજા અપાઈ છે.

મધ્યપ્રદેશમાં કોરોનાની સ્થિતિ સતત બગડતી જાય છે. આજે વધુ પાંચ નવા પોઝીટીવ કેસ સામે આવતા રાજયમાં કુલ 20 લોકો કોરોના પોઝીટીવ જાહેર થયુ છે તો ગોવામાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે અને ત્રણ પોઝીટીવ કેસ જાહેર થયા છે. આ ત્રણેય વિદેશ પ્રવાસની હીસ્ટ્રી ધરાવતા હતા. ગોવામાં મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતે લોકોને લોકડાઉનનો ભંગ નહી કરવાની ચેતવણી આપતા જેલમાં પુરવાની ચેતવણી આપી છે અને જેલમાં 14 દિવસનો કવોરન્ટાઈનનો અમલ કરાશે.

હવે ઉતરપુર્વના રાજયોમાં પણ કોરોના પહોચી ગયો છે અને મણીપુર અને મીઝોરામમાં 1-1 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 15 નવા કેસ નોંદાતા હવે કોરોના પોઝીટીવની સંખ્યા 122 થઈ છે અને તેણે કેરાળાને 118 કેસ સાથે પાછળ રાખી દીધુ છે. જયારે કર્ણાટકમાં 51, તેલંગાણામાં 41, યુપી, રાજસ્થાનમાં દરેકમાં 38 અને ગુજરાતમાં 43 કેસ નોંધાયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો