Placeholder canvas

સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર, કાલ સુધી ભારે વરસાદની સંભાવના

હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશન કરતા દક્ષિણ તરફ વળ્યું છે. મોન્સૂન ટ્રફ દક્ષિણ તરફ હોય તે વરસાદ માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. આ સિવાય સાઇક્લોનિક સર્ક્યુલેશન ઓરિસ્સાના અને છત્તીસગઢના વિસ્તારોમાં સ્થિર થયું છે.

જેને કારણે કાલ સુધી સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવન અને વરસાદનું જોર અનુક્રમે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલીમાં રહેશે. હવામાન વિભાગે બે દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ જાહેર કર્યું છે.

બે દિવસ બાદ વરસાદ વિરામ લેશે
રવિ- સોમવાર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. જેમાં રવિવારે જામનગર, દ્વારકા અને મોરબીમાં અને સોમવારે રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છમાં વરસાદનું જોર રહેશે. 26 અને 27 જુલાઈના રોજ વરસાદનું જોર ઘટી જશે. જ્યાં લોકલ ફોર્મેશન હશે ત્યાં છૂટોછવાયો વરસાદ રહેશે.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો.

https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો