Placeholder canvas

વાંકાનેર: કુંભારપરામાંથી આઠ શખ્સ જુગાર રમતા ઝડપાય પકડાયા

ગત રાત્રે વાંકાનેર સીટી પોલીસ મથકના P.I. એન.એ.વસાવા તથા સર્વેલન્સ ટીમના માણસો જુગારની બાદી દૂર કરવાની કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ શક્તિસિંહ જનકસિંહ જાડેજા તથા અજીતભાઇ ભુરાભાઈ સોલંકીને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે,વાંકાનેર કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો જાહેરમા ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે.

આ ચોક્કસ હકીકતના આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા કુલ ૭(સાત) ઈસમોને પકડી પાડેલ જ્યારે એક આરોપી નાશી ગયેલ અને પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૧૦,૫૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનમાં આઠેય ઈસમો વિરુધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપીઓ:
(૧) રમજાનઅલી પ્યારેઅલી પંજવાણી ઉવ.૫૯ રહે. વોરાવાડ, વાંકાનેર.
(ર) મુસ્તુફાભાઇ રેમુશા શાહમદાર ઉ.વ.૬૦ રહે.કુંભારપરા શેરી નં-૩, વાંકાનેર.
(૩) મેહુલભાઈ વિનયચંદ મારૂ ઉ.વ.૪૨ રહે. નગરપાલીકા સામે, વાંકાનેર.
(૪) અશોકભાઇ ધનજીભાઇ ધરજીયા ઉ.વ.૨૪ રહે. કુંભારપરા વાડી વિસ્તાર, વાંકાનેર.
(૫) ફરૂખભાઈ બચુભાઇ ભટ્ટી ઉવ.૫૦ રહે. સિપાઈ શેરી,વાંકાનેર. (૬)દિલીપભાઇ વ્રજલાલભાઈ કારીયા ઉવ.૬૩ રહે. મણીકણી ટાવર,વાંકાનેર.
(૭) રમેશભાઇ ઉર્ફે હકાભાઈ તેજાભાઈ ગોરીયા ઉવ.૫૪ રહે.આરોગ્યનગર, વાંકાનેર.
(૮) સાગરભાઈ નાનુભાઈ ઉધરેજા રહે.વાંકાનેર

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-
પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા તથા એ.એસ.આઈ હીરાભાઈ મઠીયા, પો.હેડ.કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, હરદિપસિંહ અશોકસિંહ ઝાલા, પો.કોન્સ શકિતસિંહ જનકસિંહ જાડેજા, અજીતભાઇ ભુરાભાઈ સોલંકી, દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, ક્રુષ્ણયજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, મુકેશભાઈ હકુભાઈ વાસાણી અને પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા આ કામગીરીમાં જોડાયેલ હતા.

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો