Placeholder canvas

રાજકોટ:વિરાણી અઘાટમાં બે જૂથ વચ્ચે ધમાલ, 3 રાઉન્ડ ફાયરિંગ, બે ઘવાયા

શહેરના વિરાણી અઘાટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે પૈસાના મુદ્દે બોલાચાલી થયા બાદ એક જૂથે ફાયરિંગ કર્યું હતું તો બીજું જૂથ ધોકા, પાઇપથી તૂટી પડ્યું હતું. ધમાલમાં ઘવાયેલા બે યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે છ શખ્સને સકંજામાં લઇ અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

કેયૂર રસિકભાઇ પટેલ નામના યુવક પર વિરાણી અઘાટમાં ચિરાગ કાનજી બોકિયા અને રાહિલ ગજેરાએ ફાયરિંગ કર્યાની અને ઘવાયેલા કેયૂરને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાની ઘટના શનિવારે રાત્રે પ્રકાશમાં આવી હતી. ફાયરિંગની ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ.ચાવડા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી ક્રિષ્ના પટેલ નામની યુવતીને પ્રતિક પોકિયા નામના શખ્સ પાસેથી રૂ.35 હજાર લેણા નીકળતા હતા અનેક વખત નાણાંની ઉઘરાણી છતાં પ્રતિક પોકિયાએ પૈસા નહીં આપતા ક્રિષ્ના વતી ચિરાગ બોકિયા સહિતનાઓએ પ્રતિક પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી.

આ ઉઘરાણીના મુદ્દે મામલો બિચકતા શનિવારે રાત્રે ક્રિષ્ના પટેલ તરફથી ચિરાગ કાનજી બોકિયા સહિતના પાંચથી છ શખ્સ તેમજ પ્રતિક પોકિયા જૂથ તરફથી કેયૂર પટેલ સહિતના લોકો વિરાણી અઘાટ વિસ્તારમાં એકઠા થયા હતા, બંને જૂથે શરૂઆતમાં હાકલા પડકારા કર્યા હતા બાદમાં મામલો બિચક્યો હતો, ચિરાગ બોકિયા પર સામેનું જૂથ ધોકા પાઇપથી તૂટી પડ્યું હતું તો ચિરાગે વળતો પ્રહાર કરીને ફાયરિંગ કરતા કેયૂર પટેલને ગોળી ખૂંપી ગઇ હતી.

બંને જૂથ એકબીજા પર સામસામે ઝનૂનથી તૂટી પડ્યું હતું, પરંતુ ફાયરિંગ થતાં અને ફાયરિંગમાં કેયૂર પટેલ લોહિયાળ હાલતમાં ઢળી પડતાં બંને જૂથના લોકો ભાગ્યા હતા.35 હજારની ઉઘરાણીના મામલે ફાયરિંગ જેવી ગંભીર ઘટના બનતા શહેરમાં ચકચાર મચી ગઇ હતી. હરકતમાં આવેલી પોલીસે બંને જૂથના છ જેટલા શખ્સને ઉઠાવી લીધા હતા. પોલીસે બંને જૂથની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધ્યો હતો..

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો