વાહ વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BJMCમાં ગોલ્ડ મેડલ મેળવતી અકશા પરાસરા

વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં BJMC sem-2 (બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન)માં વાંકાનેરની વિદ્યાર્થીની પરાસરા અકશા ઉસ્માનભાઈ ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થઈ છે.

વાંકાનેર તાલુકાના દલડી ગામની વિદ્યાર્થીની પરાસરા અકશા ઉસ્માનભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પત્રકારનો અભ્યાસ BJMC (બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન) નો અભ્યાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ સાથે bjmc પાસ કરેલ છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 55મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં bjmc sem-2 માં વાંકાનેરની વિદ્યાર્થીની અકશા પરાસરાને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.

વાંકાનેરની વિદ્યાર્થીની અકશા પરાસરાએ BJMC માં ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર વાંકાનેર તાલુકા, દલડી ગામ અને મોમીન સમાજનું ગૌરવ વધારેલ છે. કપ્તાન ગ્રુપ તરફથી અકશા પરાસરાને ખૂબ ખૂબ અભિનંદન અને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છાઓ…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •