અમદાવાદ: ઓફિસમાં સગીરાનું ગળું કાપી નાખીને, કરી ક્રૂર હત્યા
અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં આજે બપોરે ખૂની ખેલ ખેલાયો હતો. 17 વર્ષની સગીરાનું ગળું કાપી હત્યા કરવામા આવી હતી. સગીરા ઓફિસમાં એકલી હતી તે સમયે એક શખશ આવ્યો અને ધડાધડ છરીના ઘા મારી ફરાર થઈ ગયો. લોહીથી ખદ બદ થઈ ગયેલો આ યુવક હત્યા કરી ફરાર થઇ ગયો. આ હત્યારો એવો ઝનૂની હતો કે, તેણે છરીના બે ટુકડા થઈ ગયા એટલા ઘા આ સગીરાના ગળાના ભાગે માર્યા હતા.
મળેલ માહિતી મુજબ, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા અમૂલ્ય કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે એક હત્યાનો બનાવ બન્યો. એડવોકેટ અને ફાયનાન્સની ઓફિસમાં 17 વર્ષની સગીરા ઈશાની સંદીપ ભાઈ પરમાર બપોરે એકલી હતી અને તેનું ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી, તે સમયે એક શખ્સ આવ્યો અને ઈશાની પર હુમલો કર્યો હતો. ઇશાનીને ગળાના ભાગે આડેધડ છરીના ઘા મારી તેનું ગળું છૂટું કરી નાખ્યું. હત્યાની જાણ થતા જ એલીસબ્રિજ અને ક્રાઇમબ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ઈશાની પરમાર પાંચ માસથી હાઇકોર્ટના એડવોકેટ મહેમુદ સંગરિયાતની એડવોકેટ અને ફાયનાન્સની ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. તે મૂળ નડિયાદની રહેવાસી હતી અને અપડાઉન કરતી હતી. ઘટના સ્થળ પરથી પોલીસને ફ્રેન્કીન એર હોસ્ટેસ ટ્રેઇનિંગ સેન્ટરનું આઈકાર્ડ મળી આવ્યું છે. ત્યારે કોમ્પ્લેક્સના સીસીટીવી ફુટેજમાં પણ હત્યારો કેદ થયો છે. બપોરના સમયે તે આવે છે અને હત્યા કરી ફરાર થઈ જાય છે. સીસીટીવી ફૂટેજમાં લોહીથી લથપથ થઈને ભાગતો જોવા મળે છે. આરોપી નરેશ સોઢા કે જે ખેડાના એક ગામનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સગીરા નડિયાદની અને આરોપી ખેડાનો એટલે પોલીસને પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાની શંકા ઉપજે છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…