‘સનસાઈન’ આથમ્યા બાદ, ‘નવજીવન’નો અંત…!
રાજકોટ ગોંડલ અને વાંકાનેરમાં શાખા ધરાવતી મલ્ટિ સ્ટેટ સહકારી મંડળી નવજીવન ક્રેડિટ કો-ઓ સોસાયટી લિમિટેડ ના સંચાલકો કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી ને જતા રહ્યા છે. નાની બચત રૂપે રોજેરોજ પોતાના પેટ પર પાટા બાંધીને પૈસા બચાવી મંડળીમાં રોકનારના, થાપણદારોના કરોડો રૂપિયા સલવાયા છે. આ અંગે બેંક મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે અંદાજે ૩૦ કરોડ રૂપિયાની થાપણો પર જોખમ હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ રાજકોટના જાગનાથ વિસ્તારમાં મુખ્ય ઓફિસ ધરાવતી નવજીવન ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ મલ્ટિ સ્ટેટ સહકારી મંડળી છે જેની રાજકોટમાં અન્ય એક શાખા સોરઠીયા વાડી વિસ્તારમાં એક શાખા ગોંડલ તથા એક શાખા વાંકાનેરમાં હોવાનુ જાણવા મળે છે. આ ઉપરાંત વડોદરા અને રાજસ્થાનમાં અનેક શાખાઓ હોવાનું જાણવા મળે છે. માત્ર સૌરાષ્ટ્રમાં અંદાજે પાંચેક હજાર રોકાણકારોને કરોડો રૂપિયાની થાપણ લઇ સંચાલકો ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં સનસાઇન નામની આવી જ કોપરેટિવ સોસાયટી થોડા સમય પૂર્વે જ આથમી ગઇ હતી અને વાંકાનેરના ગરીબ લોકોએ પેટે પાટા બાંધી રોકાણ કરેલા લાખો રૂપિયા ચાવ કરી ગયા હતા. આમા વાંકાનેરના અમુક સ્વાર્થી લોકો પણ સનસાઇન સાથે પોતાના ઘર ભરી લીધાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ સંસ્થાના બનાવ પછી પણ અને તેમાં સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લાખો રૂપિયા ડૂબી ગયા બાદ પણ લોકો લાલચમાં આવીને નવજીવન મા પૈસા રોકીને પોતાનું જીવન સ્તર સુધારવા માટેની લાલચમાં આવ્યા હતા. પરંતુ ‘લાલચ બુરી બલા છે’ તે મુજબ આ નવજીવનનો પણ અંત થઇ ગયો છે. અને લાખો નહીં પણ વાંકાનેરમાં કરોડો રૂપિયાનું કરીને આ નવજીવન ના સંચાલકો ફરાર થઈ ગયા છે.
આજે નવજીવનની ઓફીસનો સંપર્ક કરતા ત્યાં બેઠેલા જયેશ મહેતાએ જાણાવ્યુ હતુ. ફરિયાદ થઈ છે, કે બેન્કના MD પોલિસમાં હાજર થઈ ગયા છે. અને તેમને સ્વીકારી લીધુ છે. તેમને અમેં એવુ પુછયું કે શુ લોકોના પૈસા પાછા આવશે? તેમના જવાબમા તેમને ચોકક્સ મળશે તેવુ કહ્યું હતુ.
લોકમુખે ચર્ચાતી માહિતી મુજબ અમુક એજન્ટો લોકોના અન્યત્ર રોકાયેલા પૈસા લાલચ આપીને ઉઠાવી લઈને આ નવજીવનમાં રૂપિયાની નખાવ્યા છે. હદ તો ત્યારે થઇ કે આવા એજન્ટોએ જે લોકો એ પોસ્ટમાં રોકાણ કર્યા હતા તેમને વધારે પડતી લાલચ આપી અને મોટું વળતર મળવાની લાલચ આપીને પોસ્ટમાં કે અન્ય જગ્યાએ રોકાણ કરતા કસ્ટમરને નવજીવન માં રોકાણ કરાવ્યું અને હવે તેઓએ પણ હાથ ઊંચા કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં નવજીવન ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી ની બ્રાન્ચ વાંકાનેર પોસ્ટ ઓફિસ સામે આવેલી છે. મળતી માહિતી મુજબ આમાં રોકાણ કરનાર કેટલાક લોકોએ મોરબી એસપી સમક્ષ આ બાબતે લેખિત ફરિયાદ કરી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ પુર્વે સનસાઇનની બાબતમાં પણ વાંકાનેર શહેર પોલીસ અને એસપી સુધી લેખિત ફરિયાદ કરી હતી. આમ છતાં પોલીસે તેમની સામે કોઇ પગલાં લીધા હોય તેવુ જાહેર થયું નથી.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…