skip to content

વાંકાનેર: ગજાનંદ ગ્રૂપ રાજવડલા દ્વારા ગણપતિજીના વિસર્જનના દિવસે બાળકો જમાડ્યા

રાજવડલા ગજાનંદ ગ્રૂપ છેલ્લા ચાર વર્ષથી ગણપતિ બાપ્પા ની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પર રાજવડલા ગજાનંદ ગ્રૂપ દ્વારા ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવી હતી.

દરરોજ સવારે સાંજે ગણપતિ બાપાની આરતી તેમજ પ્રસાદ આપવામાં આવતો હતો.તેમજ ભક્તો દ્વારા પણ બાપાને અન્નકોટ ધરવામાં આવતો હતો. તેમજ છેલ્લા દિવસે એટલે કે ગણપતિ વિસર્જન ના દિવસે નાના બાળકો ને જમાડવામાં આવ્યા હતા.

આ સંપૂર્ણ આયોજન પાછળ વિમલ સોલંકી,કરણ ભાવણીયા, અજય દેત્રોજા,ઉદય સોલંકી, રાજ સીતાપરા એ ભારે જહેમત ઉઠાવી હતી.તેમજ ગામલોકો દ્વારા પણ ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો