મોરબી: ગેરકાયદે દબાણો હટાવવા હાઈકોર્ટના આદેશ બાદ પાલિકા તંત્ર હરકતમાં

બે આસામીને ૧૦ દિવસમાં દબાણો હટાવવાની નોટીસ ફટકારી…

મોરબીમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય જેની રજુઆતો છતાં પાલિકા તંત્રએ કાર્યવાહી ના કરતા હાઈકોર્ટમાં કરેલી અરજીને પગલે હાઈકોર્ટે પાલિકાને દબાણો હટાવવા આદેશ આપતા હવે પાલિકા તંત્ર દોડતું થયું છે અને બે આસામીને નોટીસ ફટકારી દબાણો હટાવવા ૧૦ દિવસની મુદત આપવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રમેશભાઈ બધાભાઈ રબારી દ્વારા હરીજનવાસમાં સરકારી જમીન પર ખડકાયેલા દબાણો હટાવવા હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન કરવામાં આવી હતી અને દબાણો મામલે હાઈકોર્ટે પાલિકાને દબાણો હટાવવા આદેશ આપ્યો છે અગાઉ અનેક રજુઆતો છતાં પાલિકા દ્વાર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જોકે હવે હાઈકોર્ટે આદેશ આપતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને બે આસામીને અમરાભાઈ રબારી અને દિનેશભાઈ રબારી નોટીસ ફટકારીને દબાણો હટાવવા ૧૦ દિવસની મુદત આપી છે
અને જો દબાણ હટાવવામાં નહિ આવે તો મુદત વીત્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે મોરબી શહેરમાં અનેક સ્થળે કાચા અને પાકા દબાણો ખડકી દેવામાં આવ્યા છે અને ગેરકાયદેસર બાંધકામોનો પણ રાફડો ફાટ્યો છે જે અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે જોકે તંત્ર દ્વાર કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

આ સમાચારને શેર કરો