મોરબી: ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓ ઝડપાઇ..!!

મોરબીના ત્રાજપર ઓરીએન્ટલ બેન્ક વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાહેરમાં જુગાર રમતા આશાબેન ગોવિંદભાઈ અદગામા, મીનાબેન અવચરભાઈ સુનરા અને દીવુબેન કરમસીભાઈ સીણજીયાને રોકડ રકમ રૂપિયા ૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો