Placeholder canvas

મીરસાહેબ પીરઝાદાના અવસાન બાદ પીએમ નરેન્દ્ર મોદીએ શોક સંદેશ મોકલ્યો…

વાંકાનેર: વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરુ ખુરશીદ હૈદર પીરજાદા મીરસસાહેબનું અવસાન થતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીરસાહેબ પીરઝાદાના મોટા દીકરા શઈરએહેમદને પત્ર દ્રારા શોક સંદેશ લખી મોકલ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ મોકલેલા શોક સંદેશમાં લખ્યું છે કે…

સ્નેહી સાહિર અહમદભાઈ,
મીર સાહેબના અવસાનના સમાચાર જાણી ઘણું દુઃખ થયું.

તેઓ લોકપ્રિય ધારાસભ્ય હતા સાથે સાથે શૈક્ષણિક અને આરોગ્ય સેવામાં તેમનું બહુમુલ્ય પ્રદાન હતું. તેમની વિદાયથી વાંકાનેર પંથકના સાર્વજનિક ક્ષેત્રે મોટી ખોટ પડી છે.
શોકની આ ઘડીમાં સમગ્ર પરિવાર અને અનુયાયીઓને દિલસોજી.
(નરેન્દ્ર મોદી)

અત્રે ઉલ્લેખનીય છે કે મીરસાહેબ પીરઝાદા અને નરેન્દ્ર મોદી વચ્ચે ખુબ સારો સંબંધો હતા. શાલ 2002માં નરેન્દ્ર મોદી વાકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે આવતા હતા ત્યારે મોહંમદી લોકશાળા ખાતે મીરસાહેબ પીરઝાદાએ મોદીનો સન્માન કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારબાદ પણ મીરસાહેબ પીરઝાદા જ્યારે રાજકોટ લોકસભાની સીટ પર કિરણ પટેલ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી વાંકાનેરમાં પ્રચાર અર્થે આવેલા એ કાર્યક્રમમાં પણ મીરસાહેબ પીરઝાદા અને નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપર એકી સાથે જોવા મળ્યા હતા. આમ મીરસાહેબ પીરઝાદા અને નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ સારો સંબંધ હતો. જેથી આજે તેઓએ મીરસાહેબ પીરઝાદાનું અવસાન થતા તેમના પરિવારને આ શોક સંદેશ પાઠવ્યો છે.

આ સમાચારને શેર કરો