Placeholder canvas

હવામાન વિભાગે આગાહી: ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે.

ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. માર્ચના અંત સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને બફારો સહન કરવો પડશે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યના વાતાવરણ વિશે આગાહી કરતા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. તે ઉપરાંત આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટા ભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી વધી શકે તેવી શક્યતા છે. માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. ત્યારે આજે કેટલાક વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે.

આ સમાચારને શેર કરો