skip to content

રાજકોટ: દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને રેઢી મૂકી આરામથી રેતીના ઢગલામાં સુઈ ગયો હતો

બળાત્કારી હરદેવ માંગરોળિયાને પરિવારે કાઢી મુકતા રખડુ જીવન જીવતો હતો

રાજકોટમાં બાબરા પંથકમાંથી પેટીયુ રળવા આવેલા મજૂર પરિવારની માસુમ બાળકીને રાત્રીના ગોદડામાં વીંટાળી અપહરણ કરી પુલ નીચે છરીની અણીએ દુષ્કર્મ આચરનાર મૂળ સાવરકુંડલાના અને હાલમાં રાજકોટમાં રખડુ જીવન જીવતા નાથબાવા નરાધમને પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નારાધમે એવી નફ્ફટ કબુલાત આપી હતી કે દારૂના ચિક્કાર નશામાં હોવાથી તે ભાન ભૂલી ગયો હતો અને તેણે આ કૃત્ય આચર્યું હતું.પોલીસે નરાધમ હવસખોરના કપડા કબજે કર્યા છે. બનાવની વધુ તપાસ મહિલા પોલીસ ચલાવી રહી છે. આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

આ ધૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ બાબરા પંથકમાં રહેતો પરિવાર રાજકોટ પેટીયુ રળવા આવ્યો હતો. દરમિયાન ગત તા.30/11 ની રાત્રે આઠ વર્ષની બાળા તેના પરિવાર સાથે સૂતી હતી ત્યારે એક નરાધમ શખસ ધસી આવ્યો હતો અને બાળાને ગોદડામાં વીંટાળી અપહરણ કરી નજીક આવેલા પુલ નીચે લઈ ગયો હતો અને ગોદડું પાથરી છરી બતાવીને ધમકી આપી હતી અને માસુમ બાળા સાથે દુષ્કર્મ આચર્યા બાદ નાસી છૂટયો હતો. બાદમાં બાળા રોડ પર પહોંચી હતી ત્યારે ત્યાથી પસાર થતા કારચાલકે ઉભા રહી પૂછતાછ કરી હતી. દરમિયાન ગૂમ થયેલી બાળાને શોધવા નીકળેલા પરિવારનો ભેટો થઈ જતા સમગ્ર મામલો થોરાળા પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

આ બનાવના પગલે શહેરભરની પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને થોરાળા પોલીસે તાકીદે ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી અને બાળાની માતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ માટે પડકારરૂપ બનેલા બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમીશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિમોહન સેની, ક્રાઈમબ્રાંચના એસીપી જે.એચ. સરવૈયા તથા અન્ય બે એસીપી, ક્રાઈમબ્રાંચના પીઆઈ. એચ.એમ. ગઢવી, ફોજદાર અતુલ સોનારા, ભક્તિનગર પીઆઈ. વી.કે. ગઢવી, થોરાળા પી.આઈ એસ.એન.ગડુ તથા 100થી વધુ પોલીસ કર્મચારીઓનો સ્ટાફ નરાધમની શોધખોળમાં લાગ્યો હતો અને નરાધમ અંગે માહિતી આપનાર વ્યક્તિને રૂ.50 હજાર ઈનામની રકમની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસે એક ડઝનથી વધુ શકમંદોને ઉઠાવી લઈ આગવી ઢબે સરભરા કરી હતી.

દરમિયાન ક્રાઈમબ્રાંચના સ્ટાફે શકમંદ તરીકે પૂછતાછમાં લવાયેલા અને ભારતનગરમાં રહેતા મૂળ સાવરકુંડલાના હરદેવ મશરૂ માંગરોળિયા નામના નાથબાવા શખસની આકરી પૂછતાછ કરતા અને ભોગ બનનાર બાળા સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવતા અપહરણ-દુષ્કર્મનો ભેદ ઉકેલાયો હતો. પોલીસની આકરી પૂછતાછમાં નરાધમ હરદેવ નાથબાવાએ કબૂલાત આપી હતી કે રાત્રીના ચીક્કાર દારૂ પીધો હોય પરિવાર સાથે સૂતેલી બાળાને ગોદડા સહિત ઉઠાવી લીધી હતી. અને બાદમાં ત્યાં જ્યા નિયમિત દારૂ પીવા જતો તે પુલ નીચે બાળકીને લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં નાસી જઈ રેતીના ઢગલામાં આરામથી જઈને સૂઈ ગયો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો