વાંકાનેર નજીક બે મોટર સાઈકલ વચ્ચે અકસ્માત, એકનું મોત

વાંકાનેર : ગત તા. 28 ઓક્ટોબરના રોજ મોરબી – વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર રાણેકપર ગામના પાટિયા પાસે બે મોટર સાઈકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક મોટર સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું.

મળેલ માહિતી મુજબ મોટર સાઇકલ નં. જી.જે-૩-એ.ક્યુ.-6683 રોંગ સાઇડથી પુરઝડપે આવતા મોટર સાઇકલ નં. જી.જે-૩-બી.સી.-2127 સાથે અકસ્માત સર્જાતા બંને મોટર સાઇકલ ફંગોળાઈને પડી ગયા હતા. જેથી, આરોપીને ઇજા થઇ હતી. તેમજ મોટર સાઇકલ ચાલક નરેશ રમસુદીન મહતોને (ઉ.વ ૨૭ રહે. હાલ રાણેકપર તથા વઘાસીયા ગામની સીમ દસુભા અદેપર વાળાની લીઝમાં તા. વાંકાનેર, મુળ ગામ બેલોર તા. જી. દરભંગા, રાજ્ય – બીહાર) દાઢીના ભાગે વાગવાથી તેમજ શરીરે ઇજા જવાના કારણે વાકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો