વાંકાનેર: તીથવામાં આવેલ પવનચક્કીમાં લાગી આગ, ફાયર સેફ્ટીની પોલ ખુલી.
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ સરકારી ખરાબાની વીડી વિસ્તારમાં પવનચક્કીઓ નાખવાની હોડ લાગી હોય તેમ એક પછી એક ડુંગર વિસ્તાર ખોદી પવનચક્કીઓ નંખાઈ રહી છે. આ પવનચક્કીઓ ઊભી કરવામાં સરકારી નીતિ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં તંત્ર દ્વારા તેના પર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું અનેક વખત ફળીભૂત થયું છે. આ પવનચક્કીઓ માં અકસ્માતે આગ લાગે તો આગને કંટ્રોલ કરવા માટે કોઇ સિસ્ટમ નથી, પવનચક્કીની ઊંચાઈ સુધી પહોંચે તેવું કોઈ ફાયર ફાઈટર મોરબી જિલ્લામાં ઉપલબ્ધ નથી.
આવા જ એક બનાવમાં આજે સવારે વાંકાનેર તાલુકાના તીથવા ગામે આવેલ એક પવનચક્કીમાં અકસ્માતે વાયરીંગ માં આગ લાગેલ જે આગ બુઝાવવા માટે વાંકાનેર નગરપાલિકા નું મીની ફાયર ફાઇટર સ્થળ પર ગયેલ અને આ આગ ફક્ત નીચેની જગ્યા પર હોવાથી આગ પર કાબુ મેળવ્યો પરંતુ જો આગ પવનચક્કી માં ઉપર તરફ લાગેલ હોત તો મોરબી જીલ્લામાં એક પણ એવું ફાયર ફાઈટર નથી કે જે પવનચક્કીની ઉપર સુધી પાણીનો મારો ચલાવી શકે. આમ પણ પવનચક્કીના અધિકારીઓ દ્વારા પવનચક્કીની સાઇટ પર થતાં અકસ્માતોના બનાવો ને ઢાંકપિછોડો કરવામાં આવે છે અને અકસ્માતની જાહેર કરતા નથી!! શા માટે ? તે પણ એક તપાસનો વિષય છે.
એક સામાન્ય બિલ્ડીંગ બનાવવામાં પણ ફાયર વિભાગની એન.ઓ.સી. વગર કામ ચાલુ નથી કરી શકાતું તો આવડી મોટી પવનચક્કીઓ ફાયર વિભાગની એન.ઓ.સી. ની કોઈ જરૂરિયાત કેમ નથી? આટલી બધી અસંખ્ય પવનચક્કીઓ માટે કંપની ફાયર સિસ્ટમની કેમ કોઈ વ્યવસ્થા નથી કરતી? કે પછી જંગલ અને વિડી વિસ્તારમાં આગની ઘટના બને તો બિચારા મૂંગા પશુઓ ભોગ બને છે અને તેમની કોઈ ફરિયાદ ન કરે માટે સબ ચલતા હૈ!!
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…