વાંકાનેર: ચંદ્રપુર પાસે ગાય આડી પડતા છકડો રીક્ષામાં બેઠેલી ચાર મહિલાને ઇજા,1 સિરિયસ
By Julfikar Pindar -Chandarpur વાંકાનેર આજે સાંજે 6:45 વાગ્યે મહીકા તરફથી આવતી એક છકડો રીક્ષા જેમાં મહિલા પેસેન્જર બેઠી હતી તે નેશનલ હાઈવે પર ચંદ્રપુર ના બોર્ડ પાસે અચાનક ગાય આડી પડતા એક્સિડન્ટ થયું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/10/20191030_190522-1024x486.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/10/IMG-20191009-WA0006-1024x1022.jpg)
મળતી માહિતી મુજબ ચંદ્રપુર ના બોર્ડ પાસે ગાય આડી પડતા મહિલા પેસેન્જર ભરેલ એક છકડો રીક્ષા નું અકસ્માત થયું હતું. જેમાં ચાર મહિલાને ઇજા થઇ છે , જેમાંથી એક મહિલાની સ્થિતિ સિરિયસ હોવાની માહિતી મળી છે. આ મહિલાઓ વાંકાનેરના જીનપરા વિસ્તારની કોળી સમાજની હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/10/IMG-20191023-WA0012-1024x662.jpg)
આ અકસ્માત થતા ત્યાં આજુબાજુ રહેલા લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ મહિલાઓને સાઇડ ઉપર બેસાડી 108ને ફોન કરીને બોલાવી ને હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)