Placeholder canvas

વાંકાનેર: નારિયેળની આડમાં છુપાવેલો આશરે 400 પેટી દારૂ ઝડપાયો 

વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે તાલુકાના અમરસર ગામના સરકારી ખરાબામાંથી એક ટ્રકને ભારતીય બનાવટના વિદેશી દારૂની આશરે ૪૦૦ પેટી સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ ટ્રક ડ્રાઈવર યુપીના આરોપી પાસેથી વધુ વિગતો મેળવવાના પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.

રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ અને મોરબી એસપીની સૂચનાથી વાંકાનેર સીટી પીઆઇને તાલુકામાં દારૂના દૂષણને દૂર કરવાની સુચના અન્વયે વાંકાનેર સીટી પોલીસનો ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડી સ્ટાફના કૃષ્ણરાજસિંહ ઝાલા અને પ્રતિપાલસિંહ વાળાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમરસર ગામના સરકારી ખરાબામાં ટ્રક નંબર GJ 15-AT- 1541માં સુકા નાળિયેરની આડમાં વિદેશી દારૂ ભરેલ હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે અમરસર ગામના સરકારી ખરાબામાં ઉભેલા ટ્રકની તલાશી લેતા સુકા નાળિયેરની આડમાં મેકડોનક નંબર વન બ્રાન્ડની આશરે 400 પેટી વિદેશી દારૂ હોવાની હોવાની ખરાઈ થઇ હતી.

મૂળ યુપી.ના રહેવાસી ટ્રક ડ્રાઈવર વાહિદખાનની અટકાયત કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વાંકાનેરમાં કોને પહોંચાડવાનો હતો એ અંગે તપાસ હાથ ધરી છે. હાલ ટ્રકમાંથી દારૂની પેટીઓ ઉતારીને તેની ગણતરી ચાલુ છે. ઉપરોક્ત દરોડાની કામગીરીમાં વાંકાનેર સીટીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. સોનારા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પૂજા મોલિયા, ડી સ્ટાફના જમાદાર હીરાભાઈ મઠીયા, અમરસરના બીટ જમાદાર ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, અજીતસિંહ સોલંકી, શૈલેષ સોલંકી, તાજુદ્દીન શેરસીયા, રમેશભાઈ કાનજી, હરપાલસિંહ પરમાર, અશ્વિનભાઈ ચાવડા, બ્રિજરાજસિંહ વાળા, વિપુલભાઈ પરમાર અને વાંકાનેરનો અન્ય સ્ટાફ રોકાયો હતો.

જુઓ વિડિયો ….

આ સમાચારને શેર કરો