વાંકાનેર: મજૂર ત્રીજા માળેથી પડતા મોત

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર માટેલ રોડ પર આવેલ સેન્ટુર સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા ક્રિષ્નકાંત નથીસિંગ લાઠી (ઉ.વ. 21) નામના પરપ્રાંતીય મજૂરને ગઈકાલે બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસે પ્રાથમિક તારણ દર્શાવ્યું હતું કે, મૃતક મજૂર યુવાન ગઈકાલે પોતાના સીરામીક ફેકટરીમાં આવેલ લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળે સૂતો હતો. ત્યાંથી કોઈ કારણોસર નીચે પડતા ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી એ ડિવિજન પોલીસે પ્રાથમિક કાગળો કરીને વધુ તપાસ અર્થે વાંકાનેર પોલીસને મોકલ્યા છે.
