માળીયા (મી.): ખેતરમાં ટાંકામાં છુપાવેલ રૂ. 4.38 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મળીયા (મી.) : મોરબી એલ.સી.બી. દ્વારા માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામમાંથી અંગ્રેજી દારૂની બોટલો નંગ 1188 (કી.રૂ. 4,38,300)નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 7ના રોજ એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટબલને ખાનગીરાહે હકિકત મળેલ કે માળીયા મી. તાલુકાના મોટા દહીસરા ગામમાં અજયસિંહ ભાવુભા જાડેજાએ દશુભા સુખુભા જાડેજાના ખેતરમાં જમીનમાં ટાંકો બનાવીને તેમાં અંગ્રેજી દારૂની બોટલો સંતાડેલ હતી. જે બોટલો નંગ 1188 (કીંમત રૂ. 4,38,300) નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓ વિરૂધ્ધ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન અંગેનો ગુનો મોરબી એલ.સી.બી.એ રજીસ્ટર કરાવેલ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •