ટંકારા: અમરાપરમાં ઈમામ હુસેનની યાદમાં સબિલનું શાનદાર આયોજન
By Jayes bhatasaniya -Tankara ટંકારા: અમરાપર ગામે અબાસ અલમંદાર સબીલ કમીટી અમરાપર દ્વારા રાહદારી અને બાળકો માટે દરરોજ સાજે ઠંડા પાણી ગરમ અને સુકો નાસ્તો કરાવી ઈમામ હુસેન ની કુરબાની ને યાદ કરે છે.
મોહરમ ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ મા આ તહેવાર ને માતમ નો તહેવાર તરીકે ઉજવાય છે એ પુર્વે એક અઠવાડિયા પહેલા જ ગામો ગામ શેરી મહ્હોલા મા છબિલો ઉભી કરી ઈમામ હુસેન ની કરબલા ની પ્યાસ ને યાદ કરી રાહદારી અને બાળકો થી લઇ મોટેરા ની જઠરાગ્નિ ને ઠારવા માટે નો પ્રયાસ ટંકારાના અમરાપર ગામે થઇ રહો છે.
આ ઉપરાંત ટંકારા શાક માર્કેટ મેઈન બજાર મુમનાવાસ ઝુમઝુમ નગર નગરનાકારોડ હોસ્પિટલ ની બાજુમાં છબીલો ઉભી કરી છે. તાજીયા સોમવારે રાત્રે પડમા આવશે જેને લઇ દયાનંદ ચોક મા તૈયારી શરૂ થઇ ગઇ છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…