ગાંધીજીની 150મી જન્મજયંતી PM મોદી અમદાવાદનાં સાબરમતી આશ્રમમાં ઉજવશે
અમદાવાદ રિવરફ્રન્ટ પર 20 હજાર સરપંચોનું સંમેલન થશે. જેમાં 10 હજાર ગુજરાતનાં અને 10 હજાર અન્ય રાજ્યનાં સરપંચો પણ હાજર રહેશે.
ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે બીજી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમમાં ઉપસ્થિત રહેશે. આ દિવસે અમદાવાદમાં સરપંચ સંમેલન પણ યોજવામાં આવશે જેમાં દેશનાં 20 હજારથી વધુ સરપંચો ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદીનાં હસ્તે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ થઇ શકે છે.
નરેન્દ્ર મોદી રજી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે. તે દિવસે ગાંધીજીની 150મી જન્મજયંતી છે. સાબરમતી આશ્રમનાં આ કાર્યક્રમમાં પ્રાર્થનાસભા સહિતનાં કાર્યક્રમ થશે. આ ઉપરાંત તે જ દિવસે રિવરફ્રન્ટ પર 20 હજાર સરપંચોનું સંમેલન થશે. જેમાં 10 હજાર ગુજરાતનાં અને 10 હજાર અન્ય રાજ્યનાં સરપંચો પણ હાજર રહેશે. આ ઉપરાંત આ દિવસનાં કાર્યક્રમમાં વિદેથી પણ મહેમાનો આવે તેવી શક્યતાઓ રહેલી છે. આફ્રિકન દેશોનાં પ્રતિનિધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં પહેલી એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ રાજકોટમાં થવા જઇ રહી છે. ત્યારે તેની જગ્યા પણ નક્કી કરી દેવામાં આવી છે. ત્યારે બીજી ઓક્ટોબરે પીએમ મોદીનાં હસ્તે ખાતમુહૂર્ત થાય તેવું પણ આયોજન થઇ રહ્યું છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…