વાંકાનેર તાલુકાની મુલાકાત લેતા નવનિયુક્ત મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ
મોરબી જિલ્લામાં નવા નિમાયેલા કલેકટર જે.બી. પટેલ દ્વારા આજે વાંકાનેરની મુલાકાત લઈ વાંકાનેરની સમસ્યાઓ, ભૌગોલિક સ્થિતિ તેમજ વિકાસ કાર્યોની માહિતી મેળવેલ.
મોરબી કલેકટર જે.બી. પટેલ સ્વભાવના સરળ અને પ્રજાની તકલીફ સમજનાર તેમજ સરકાર દ્વારા મળતા લાભો છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચે તે માટે પ્રયત્નશીલ છે. આજે સૌપ્રથમ વાંકાનેર સેવાસદન ખાતે પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, ઈન્ચાર્જ મામલતદાર એ.બી. પરમાર તેમજ સમગ્ર સ્ટાફ ગણને મળી વાંકાનેરની પરિસ્થિતિનો ચિતાર મેળવેલ અને પત્રકારોને મળી વાંકાનેરની સમસ્યાઓથી વાકેફ થયેલ જ્યાં તેમના ધ્યાન પર આવેલ કે વાંકાનેરમાં આધાર કીટની છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સમસ્યા છે બાદ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી વહેલી તકે વાંકાનેરમાં આધારકાર્ડ માટેની કીટ ચાલુ કરાવવા માટેના પ્રયાસો હાથ ધરેલ.
ત્યાર બાદ જિલ્લા કલેક્ટર દ્વારા રાતીદેવડી ગામ ખાતે પસાર થતી આશોય નદીમાં બે દિવસ પહેલા નાહવા ગયેલ મહેન્દ્ર ગણપતભાઇ સાગઠીયા ઉ.વ.૧૮ પાણીમાં ડૂબી જતાં તેની શોધખોળ માટે આવેલ એનડીઆરએફની ટીમને જરૂરી સુચના આપવા બનાવ સ્થળ પર ગયેલ. આજે વહેલી સવારે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ સંપૂર્ણ સાધનોથી સુસજ્જ 25 જવાનો કાફલા સાથે આવી પહોંચી છે તેઓ સાથે લાવેલ બોટ તૈયાર કરીને ઘટનાસ્થળેથી તપાસ શરૂ કરી દીધી છે આ એનડીઆરએફની ટીમ આજે આખો દિવસ તપાસ કરશે ઘટનાસ્થળેથી તેઓ પંચાસીયા તરફની નદીમાં તપાસ કરતાં કરતાં આગળ વધશે. આ ગાંધીનગરથી આવેલી એનડીઆરએફની ટીમ સંપૂર્ણ સાધનોથી સુસજ્જ છે જેથી લોકો આશા સેવી રહ્યા છે કે મહેન્દ્ર અને શોધવામાં તેમને સફળતા મળી જશે.
જ્યાં સ્થળ પર જિલ્લા કલેકટર દ્વારા હાજર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા તેમજ રાતીદેવરીના સરપંચ દિલીપસિંહ ઝાલા પાસેથી સમગ્ર હકીકત લઇ જરૂરી સુચના આપેલ. ત્યારબાદ તેઓ વાંકાનેર સીટી પોલીસ મથકે મુલાકાત લીધેલ જ્યાં સાફ-સફાઈ તેમજ બીજી અન્ય જરૂરી બાબતોથી માહિતગાર થઈ જરૂરી સુચના આપી મોરબી જવા રવાના થયેલ.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…