Placeholder canvas

વાંકાનેર: અઢી વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં એક અઢી વર્ષના બાળકને કૂતરાએ બચકા ભરી ફાડી ખાતા આ માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ રોલસ્ટાર સિરામિક ફેકટરીમાં કામ કરતા પુનમસિંગ ડામોરના અઢી વર્ષનાં પુત્ર સોહનને ગઇ કાલે કૂતરાએ ગંભીર રીતે બચકા ભરી ઇજાઓ પહોંચાડતા આ માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો